અટકળો નુ માયાવી પંખી મહીં થી જડે નહીં ,ચાતક .

અટકળો    નુ   માયાવી    પંખી   મહીં   થી  જડે    નહીં ,
મર્મર    શ્વસોના   વચ્ચે રમત   રમતાં  ઘર  મળે  નહીં .

હયાતી    ની     કથા     આનાથી     વધારે    શું    હોય ,         
સભામાં અવિરત આવતા એ ફૂલ મૂકી પાછા વળે નહીં .       

ઉઠે    પાલખી     સંઘારી    જતન   કરે     કેવા      કેવા ,
ધબકતા   જીવતરે  સબંધો ની  લાજ રાખતા મળે નહીં .

ક્યાં    થઈ    શક્યો    પરિચય    અજનબી    જીવનનો ,
લડ્યો છું જનમ થી જેને કાજે અંતે એ  ક્યાંય મળે  નહીં .

ઉભા   છે   આવકારવા  એ  પ્રતિક્ષા થી  ખૂલ્લાં   ધ્વારે ,
વરદાન  એ ક્યાં સુધી આપે જિંદગીનું તારણ મળે નહીં

ચાતક .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*