અશ્રુઓ પણ હવે વિરાન માં મૃગજળ થઇ જશે ,ચાતક

આંસુ  વિરાન રણમાં પણ  મૃગજળ થઇ  જશે ,
એવું    દાઝ્યા   ફૂલનો   સ્પર્શ   ભરખી    જશે .

કરેલા   જગતે  ઘા  સમય જતાં  રૂઝાઈ  જશે ,
સમય   પોપડા   ઉખાડતા ગાથા  ગાતા જશે .

કરેલા    ઘા  કળાથી  સ્વજન  રૂઝાઈને   જશે

પંચત્વ  ઉચકી  ભાર ખુદ ઉપકાર કરીને જશે

રાખનો   ભાર    ગંગામાં   પધરાવીને    જશે
‘સિતમ ‘ ને    “ધર્મકાંડ ” નામ આપીને  જશે 

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*