અહીં વરસો ના વરસો તરસ થી તરસી જવાનું ,
યુગો   ની    રાખ   ખંખેરી   કૂવા માં   ડૂબવાનું ,

ઈચ્છા  ક્યાંથી  ગહન ફૂટી  લજવી  દે વેશ્યા ને
 છે  કાણી   ડોલ  ને   ખાબોચિયાં ને    ચૂંથવાનું ,

મહોરા    કેટલાં    પેટે ,  મુઠ્ઠી    ભર   લોટ  માટે ,
સમય ને કોતરી   નખથી  રક્ત ને  આંતરવાનું ,

વરસ  બદલાય ,તારીખો,પ્રસંગો  બદલે નાહક ,
ને    ઊગે   ઝાડ    સૂક્કા  પાંદડા  થી   ખરવાનું ,

પડી  છે   લાશ    ઠેબા   ખાઈ, દીવો  તન સમેટે
ઈચ્છાઓં   આયખામાં   સંઘરી ને     ઢસડવાનું ,

મુકુલ દવે “ચાતક “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *