બહાનું ના મળે .
આંખો ચકચૂર કરું મદિરાના બહાને બહાનું ના  મળે
પ્રેમનો  ઉતરી ગયો સદા નશો કોઈ બહાનું ના  મળે .
તારા શહેરમાં  ભટ્કુ  નહી, કોઈ  પદ્છ્યાના  બહાને ,
ખોવાઈ જવું એવી અદાથી,શોધવાનું બહાનું ના મળે .
સ્મરણની બહાર  ના  આવે કોઈ  વસંતના    બહાને ,
ઋતુને  પાનખર    થવાનું,  કોઈ  બહાનું    ના   મળે .
રંગરૂપ  બદલાય  નહી તમારા,કોઈ સમયના બહાને ,
ફરકશો નહી સમય ને છેતરવાનું કોઈ બહાનું ના મળે .
ક્યાં સુધી પકડીશ “ચાતક”સમય ને જીવવાને બહાને ,
આવનાર મોતને    ઠેલ્વવાનું  કોઈ  બહાનું   ના   મળે
ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *