આંખ   મિલાવે   નહીં  શબ્દોના   ઈશારે  કહે  બોલ્યા  વગર ,
મળે ના ઉત્તર પાંપણ  ઢાળી પ્રેમ ને  નફરત  તોલ્યા  વગર ,

અતીતની     ભીનાશને     વાંચી    શકું     આંખોમાં   જોઇને
ને    પગેરું    મળે    જીવનનું     કિતાબને    ખોલ્યા    વગર ,

ઝૂમ્યા   હતા   ઘર, ગલી ,  કૂવા  ને  પનઘટના   આંગણમાં ,
પાલવના ઉન્માદમાં પળપળ તરસ્યા રહ્યાં ,ભીંજ્યા  વગર ,

ઘરનાં બારણાં ખોલ્યાં અડગ રહીને ,ખુલ્યાં  નહીં  ભીતરનાં ,
ને    ભેટ્યા    આપણે    ગુંચવેલા   મર્મને    ઉકેલ્યા    વગર ,

જીવી    ગયા   ભ્રમ    અને   ભ્રમની    સદંતર    પ્રલંબતામાં ,
એ  મારા  હતા  નહીં  ને   થઇને  રહ્યાં, ખુદને  શોધ્યા  વગર ,

ઈશારા  શબ્દોના નિષ્ફળ  જતાં  દર્પણ  મૌનથી  ધરી  ગયાં  ,
ક્યાંથી   તૃપ્તિ  થઇ  શકે   “ચાતક”  એના    વરસ્યા   વગર ,

મુકુલ દવે “ચાતક”

,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *