આગ તો કોઈ લગાવીને ગયું એમાં પછી ઝળહળવું છે ,મુકુલ દવે ‘ચાતક’

આગ  તો  કોઈ લગાવીને  ગયું  એમાં  પછી  ઝળહળવું   છે ,
સાવ    મારા    હિસ્સાના    ધુમાડામાં    ઈશ્વરને    મળવું  છે ,

તાજમહેલ જેવું ભલે એને બનાવ્યું હોય ઘર તો  શું થઈ ગયું ,
આંગણે  તારે   સજદાથી  કૈંક  ઈબાદત   મહીં  ઓગળવું  છે ,

ખુદ જિન્દગી  તું  ભિખારણ વસ્ત્રમાં સામે સતત આવી ઊભી ,
બદલતાં  તારા  ચહેરા  સાથે  મિલાવી  હાથને  નીકળવું   છે ,

છેક  તીરથનીય  જોઈ   ભીડ  ઈશ્વરની   ફકીરી  ગોઠી    ગઈ ,
ક્યાં  મળે  ઈશ્વર  એ  જાણીને  સ્વર્ગ  માટે ક્યાં ટળવળવું  છે ,

સાદ    પાડીને    પછી   બોલાવ    તું   કે  આવ તું  ઇશારાથી ,
જે   સતત   પડઘાય   છે   કોઈ  એ  બ્રહ્મનાદને ઢંઢોળવું   છે

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*