આપણે તો ક્યાં ન્હાવા નિચોવાનું હોય છે ,ચાતક

આપણે    તો   ક્યાં   ન્હાવા  નિચોવાનું  હોય  છે ,
હાડપિંજર  ને  અજવાળવાનું  દીવાથી  હોય  છે .

એક  પેટી  દીવાસળી  ચૂલે  લઈ બેઠો  છે  ભલા ,
ભીની લાગણી નો પૂડો મૂકી  શેકવાનો  હોય  છે,

એક  ભવનો સથવારો  આભડ  છેદ  થઈ  ગયો,
એક  મૂઠી રાખ લઈ  ને  પાછો આવતો  હોય છે .

એક   ભવ   આખો   ફોટામાં    લટકતો  ટિંગાય,
હારમાં   સબંધો  નો   નિચોડ  લટકતો  હોય  છે .

અહમ  કરી  ખુદા ભલે કરે દુનિયા તેના વશમાં ,
“ચાતક”નિર્મોહી શંકર જેમ ઝેર પીવાનું હોય છે .

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*