સાવ  નાની  વાતમાં  ઝટ  આમ  ભેગું   ટોળું   કર્યું ,
ગંધાતા   ખાબોચિયામાં  રગદોળી  મોં  કાળું   કર્યું ,

જાતને   ઠોકર  લગાવી, ત્યાર થી રહે   ચકરાવમાં ,
શૂન્ય   ને   બ્રહ્માંડ    જાણી    ફળિયે    કુંડાળુ   કર્યું ,

ને  ચર્ચા  જેવી  દુવાઓ  ની   દીવાનગીમાં ફેલાઈ ,
એવું  વાવાઝોડું   આવ્યું   ભાગ્ય  એ  ભોપાળું  કર્યું ,

ડર  હવે  તો  દાઝવા  કે ડૂબવાનો  પણ  ક્યાં  રહ્યો  
શીખ્યા  ત્યાથી  ઝાકળ માં  ન્હાવાનું    રૂપાળું  કર્યું ,

કંટકો  ઘાયલ  નથી  કરતા , પુષ્પોનો આઘાત  છે ,
દોસ્તી     છે    કંટકો થી     પ્રેમમાં    સુંવાળું    કર્યું

આ ગઝલ,વાર્તા,નથી મને ધ્યાનથી હળવે વાંચજે ,
જો નહીં  વરતાય  ભીતર  ઘાવ  ચહેરે  જાળું  કર્યું
મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *