આવ   પાસે   બેસ   આજે   દિલ્લગીની  વાત  કર
આંખથી   આંખો   મિલાવો  જિન્દગીની  વાત  કર

છિપતી   નથી  એ  તરસ  પીશું   હળાહળ  ઝંખના
જામ   ઉઠાવ   ઘૂંટ   લઈ   તું  બેકસીની  વાત  કર

ખુશ્બૂ   ઊઠી   છે   તારામાં   મહેંક્યો   છું   હું  આજ
જાપ  શરૂ  થયા  આપણામાં  બંદગીની  વાત  કર

ફૂંકતો  નહીં  આજ , દીવા  તણી  સવાર તારી હશે
સૂરજના   રંગે   ઝાકળની   તાજગીની   વાત  કર

બેસ,ભલે ઘનઘોર કાળા દિમાંગ વાદળ હોય તોશું
આજ   શીતળ  ચાંદ  ની  તું  સાદગીની  વાત  કર
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *