આ અજાણી આંખમાં સ્વપ્ના,તું બતલાવ ના ! ,મુકુલ દવે ‘ચાતક ‘

આ  અજાણી  આંખમાં  સ્વપ્ના,  તું  બતલાવ  ના !
ને   છલોછલ  જામની  આંખોમાં  નશો   લાવ  ના !

તું    આવે    તો   હરતું    ફરતું   ઉપવન   હોય  છે
હું   લઈ   આવ્યો   છું   ફૂલદાની,  તું   કરમાવ  ના !

તુંજ     આંખોમાં   દોષ   કોઈ   કાઢતું   પણ   નથી
ડૂબ્યો    છું    આંખોના    દરિયામાં,  તું  ડૂબાવ ના !

બસ ક્યાં લગ ટકશે આ મદહોશ જવાનીની મસ્તી
ખાલી   તકાજો   છે   જવાનીનો,  તું  ભટકાવ   ના !

તેં    અંતરની    વાત   કહેવા   દ્વાર   ખોલ્યા   નહીં
દ્વાર   ભીડી   બેઠા   અમે,  તું   દ્વાર   ખખડાવ   ના !

મુકુલ દવે ‘ચાતક ‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*