આ    એક  માણસ   ઓરડામાં  પાંગરી   ખુશ્બૂ   ઘૂંટી    જાય    અંતમાં ,
રાત્રે  ય   જાગ્યાની   હયાતીના  એ  પુરાવા  જ   ભૂંસી   જાય   અંતમાં ,

મૂકી   છે   એને   નાવ   ‘ખુદ’  ની  ભર  દરિયે  વાર્તાના  એ   વંળાકમાં ,
‘ખુદ’  ને  જ  જોડી  એક  કાનો  ને  ‘ખુદા’ માં  એ  જ  ડૂબી જાય અંતમાં ,

ને   સૌ પ્રથમ   પળભર  જુએ   આરપાર   એ   મને   દર્પણ   સમજીને ,
ને  છેવટે  કોરી  કિતાબ  સમજી  એ  સઘળી  છાપ  મૂકી  જાય  અંતમાં ,

હું આમ તો પાવક વિસ્તરતી આગ છું પણ જ્યાં સુધી આ સૂર્ય ધખધખે ,
મારો  સમય  જોઈ  સૂરજ  ડૂબાડી  ને  અંધારામાં   લૂંટી   જાય  અંતમાં ,

ને  આખરે  ખુદ  જિંદગીની  જાળમાં  એ  પણ  સમયનો  મર્મ  સમજ્યો ,
આકાશમાં    ઉડી    હવામાં    ફૂગ્ગાની     જેમ    ફૂટી     જાય     અંતમાં

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *