આ સંબંધો એક મોસમ,જીવ્યા એ સમણાં હતા ,મુકુલ દવે ‘ચાતક ‘

આ   સંબંધો   એક   મોસમ,  જીવ્યા  એ  સમણાં  હતા 
તું   ને   હું   છે  આપણાં  સમ , જીવ્યા  એ  તડકા  હતા 

કેટલાં   ટહુક્યાં   વિહંગો   ને   ઉડ્યા  પણ  એતો  ખરા 
આંગણાંમાં   પડ્યાં   પગલાં ,  જીવ્યા   એ  ટહુકા હતા 

કહ્યું  એણે  શબ્દની  ‘હું ‘  પાર  છું  પણ  તારામાં  છું હું 
કેટલી  સમજણ  પડી  મોડી , જીવ્યા  એ  હરણાં  હતા 

આંખની નહીં લાગણીની ભીનાશથી સળગું છું હું પણ 
સાચવેલા    પ્રેમપત્રો ,   જીવ્યા    એ    તાપણાં    હતા 

તું  સફરમાં  મૌન  રહીને   પણ  બધું   એ  ઉચારી  શકે 
મૂઝવણ વધી તારા કયાસમાં ,જીવ્યા  એ પારખાં હતા 

મુકુલ દવે ‘ચાતક ‘ 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*