ઈશ્વરને પથ્થર પિંજરમાં રહેવું ગમે નહીં એટલે એને ખુદાઈ પરખાવી દીધી ,ચાતક

ઈશ્વરને    પથ્થર   પિંજરમાં   રહેવું   ગમે   નહીં
એટલે     એને       ખુદાઈ     પરખાવી      દીધી ,
વાચા ફૂટે  નહીં  નિજ  પથ્થરમાંથી  ખુદ માનવ
થઈને        પયગમ્બરી       સમજાવી       દીધી ,

પાપોની      નિશદિન    બાંધેલી     મુઠ્ઠી    ખોલી
 ને  ત્યાં     જાદુઈ     ચિરાગ  ગાયબ   થઈ ગયો ,
હથેળીમાં  પાનું  મૂક્યું   કર્મોનું  ને  પુણ્ય  પાપને
દીવાસળીથી        આગ       સળગાવી       દીધી ,

ઊભો      હતો    સમય   પણ    સૌ   ખેલતા  ખેલ
ચૌરાહે    બેશરમ     થઈ     છળની    પ્રતીક્ષામાં ,
જગતના     તમાશા   ખુદ    જોવા    એને     પણ
સૌ     ઘટનાને    બેરહેમીથી     પલટાવી    દીધી ,

જીવનના   ઉદ્યાનમાંહે  મળ્યું તકદીર બિલ્લીપગે
ને           ચાલ્યું      પણ   બારણાં    બંધ    કરીને ,
કયામતમાં          ચિત્રગુપ્તની           કિતાબોમાં
ભાગ્યની      પ્રતીક્ષાને     પણ      હંફાવી   દીધી ,

એવું  લાગે  છે કે  “ચાતક” કારણ  વિના  અમસ્તાં
આકાશમાં        વાદળ    બંધાયાં    નહીં       હોય ,
હવે     તો     દોસ્તો   તેની   હયાતીના     પ્રશ્નોના
ઉત્તર      રૂપે       પણ    તરસ    છીપાવી    દીધી

મુકુલ દવે “ચાતક”
Top Health Gudeline

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*