ઉખાડ    બેડી    તોડ    સમાજનાં   બંધન    તલસતા વરસાદમાં ,
આવીને   વરસ  તરસતી  તીવ્રતા  લઈને  સળગતા  વરસાદમાં,

ભીંજાઈએ   તરસતી    ખાલીપાની   લાગણીના  ખુલ્લા   આકાશે ,
પ્રેમાકાશમાં ઇજન  છે આ પાર ના ઓં પાર ઘૂઘવતા  વરસાદમાં ,

ડૂમો   વળ્યો   છે   આપણી   પ્રીતના  સહસ્ત્ર  સૂર્યના  જન્મારાનો ,
જન્મોના   ઉમંગમાં   એકમેક   ઉઘડીએ   ધસમસતા  વરસાદમાં ,

ભલેને     શહેરની    ધરતી,   આંગણ    ને    દીવાલો   કોરી    રહે ,
બસ  આજ  તારું  હ્રદય  વહે  પાણીની  જેમ  ઊભરતા વરસાદમાં ,

ભલે    ઉમટે    યાદો    ઘૂઘવાટા    મારતી    વરણાગી    ધારાઓ ,
છો   તર્ક   વિતર્ક   કલરવ  કરે  શહેરના લોક ઉછળતા વરસાદમાં ,

પોઢેલા   અંગ   અંગ   સ્નેહના   સ્પર્શથી   ફૂટી   ભલે ને   ભીંજાય ,
ખીલીએ       મયૂરપંખી       કળાએ       ઉજવતા         વરસાદમાં ,

ભલે    કોરા   રહે    વરસાદમાં  ઈતિહાસ અતીત  ને    ભવિષ્યના
આજનો  કોલ   છે  “ચાતક”   ભીંજાઈએ    છલકતા     વરસાદમાં ,

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *