બંધન ઉખાડ ને તોડ સમાજને આવ તું વરસાદમાં .
આવી  વરસ ઝળહળ અહી તોડી બેડી  વરસાદમાં .

ભીંજાઈએ  તરસતી  લાગણીએ  ખુલ્લા આકાશમાં  ,
પ્રેમાકાશમાં   ઈંજન    છે   વરસાદનું    વરસાદમાં

ડૂમો વળ્યો  છે  આપણી સહસ્ત્રના  પ્રીતના સુર્યોનો .
ઉઘડી ખુલ્લા અફળાઈએ ધસમસ જળ વરસાદમાં .

આંગણ અગાસી  ભીંત રહે    કોરા ભલે ને  શહેરમાં
ભીંજાય  તારું  હૃદય   જરૂરથી  આજ     વરસાદમાં .

યાદો  ભલે  ઉમટે સદા  ઘૂઘવતાં મારતી  ધારાઓ ,
લોકો ભલે  કરે તર્ક-વિતર્ક  શેરીઓંના   વરસાદમાં .

ભીંજાય  છેડા  સ્નેહના  બે   બાજુ  સળગેલા    ભલે   
પંખી મયૂરની  કળાએ   ખિલી  જઈએ  વરસાદમાં .

કોરા ભલે  રહે અતીત  ને ભવિષ્ય સદા વરસાદમાં    
ભીંજાઈ એ  “આજનો  ચાતક” કોલ  છે  વરસાદમાં .

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *