ઉપડ્યા છે ડગ એ દિશા તરફ ,પાછા કેવી રીતે વાળી લઉં ,ચાતક

ઉપડ્યા    છે   ડગ   એ    દિશા   તરફ ,  પાછા  કેવી  રીતે  વાળી લઉં ,
નથી   ભુંસાતા    ચરણોના    નિશાન , પાછા  કેવી   રીતે  વાળી  લઉં .

મહેલના   સદા   અજવાળા   મૂક્યા   ,લીલી  બાળપણ   ની   સોગાત ,
નથી ભુંસાતા પડછાયા ભૂતકાળના , આ પળ ને કેવી રીતે વાળી લઉં .

છતી      થૈ    જિંદગી    ની   યાદો ,   અગમ   નિગમ   બની  ગઈ   છે ,
વલોવાઈ  ને  “માં ”  ની  નાડી  તોડી,  જોડીને   કેવી રીતે વાળી  લઉં .

સદા      વિયોગના   વમળ   માં     વિહ્વવળ       બની     ગયા     અમે ,
પ્રીતમ ની શેરી જઈ ને મહેબૂબ ની દિવાનગીને,કેવી  રીતે વાળી  લઉં

રહે        આયખાની    ઝાંઝવા     ની     ઝંખના       કાયમ      “ચાતક “,
મળતી     વારેવારે    જન્મની     પીડાને,     કેવી    રીતે   વાળી   લઉં ,

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*