એક  તું  ને  ‘હું ‘ જ  દૂર  નો ભેદ  પહોંચાડે છે
આમ   બે   આંખોના   સેતુબંધ   જીવાડે    છે

આપણે  બેઠાં  હતા એ  વૃક્ષ આજે નથી  પણ
છાંયડા હોંશે હોંશે  હજી આજે પગલાં પાડે  છે

મેં  ગલીના  રસ્તાઓ  તડકે પલાળ્યા  છે  ને
જોઈ મારી દીવાનગી લોકો જ ગાળો ભાંડે છે

લાગણી  ને  દર્દ , મહોબ્બ્તની  અધૂરી  આશ
એકેક   હલચલનોજ  બોજો  હૃદય  ઉપાડે  છે

શ્રી  કૃષ્ણની  ખુદ  લીલામાં  કહે  જો  તું   મને
મીરાં   કે   રાધા   બન્નેમાં  કોણ  પછવાડે   છે
મુકુલ દવે ‘ચાતક ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *