એક     પથ્થર   ફેંક્યો    હતો    રમતા   જીવતરમાં ,
પરિચય     થયો    ગેબી    ઝંઝાવાતના   વમળમાં

ઝાકળ  એક એક ટીપે બન્યા સદા  તરસ હતી છતાં     ,
પવનના      ઝોકે      તરસ્યયાં           ઝંઝાવાતમાં

ભીતરના   ઘાવના   ઈલાજ    એટલે    થઈ   ગયા,
અશ્રુ   નયનના   ઓંગાળ્યા   વહેતા    ગંગાજળમાં,

જિંદગી   વહે    નદીના   તરંગની   જેમ   ખળભળ,
તેને દરિયે ઝબોળીશું, નથી શણગારવી  તળાવમાં,

આયનાના   પ્રતિબિંબ   સામે   ઉભો   રહે , “ચાતક”  
કહે છાયાના પયંગમ્બરને, છે  ગર્ભના  અધ્યાયમાં

ચાતક    

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *