એટલા પણ  ના નજીક આવો  કે કારણનો  ભય  લાગે
એટલા  ના  દૂર  ના  જાવો  રાજકારણનો   ભય  લાગે

દોસ્તો    મળ્યાં   ઘણા    કૈ    લાગણીઓ    ભીંજાઈતી
જ્યાં વહ્યાં અળગા થઇ આંસુ એ તારણનો  ભય  લાગે

મળ્યા  ચ્હેરા  મ્હોરાના  રાહ  ઉપર  ચાલ્યા  પણ  ખરા
મળ્યા ઓઝલ જે દર્પણો એના આવરણનો  ભય લાગે

જિંદગીની   આ  તરસ  મૃત્યુ  સુધીની  કેવળ   હોય  છે
એક    ટીપું   તૃપ્તિનું   જળ  મળે   રણનો   ભય  લાગે

શ્વાસના  હોવાપણાંના   ઉઝરડા  આ   પોલાણમાં  પડે
ઊતરું  ઊંડે  શૂન્યતાનો  બસ  અકારણનો  ભય  લાગે

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *