Categories: GAZALS

એને મને યાદ કર્યો જ નથી,એવું પણ નથી ,મુકુલ દવે ‘ચાતક ‘

એને   મને   યાદ   કર્યો   જ   નથી, એવું પણ  નથી
યાદમાં   એને   સંચર્યો   જ   નથી, એવું  પણ  નથી
હાથ   તારો   છૂટતાં   ચાલ   ક્યાં   લઇ   જશે   મને
તેં    ખભે   હાથ   ધર્યો   જ   નથી,  એવું  પણ  નથી
જામ   સાથે   ખનકતી   મયકદા   તો   ગઈ    સાકી
કેફ  પાછો  એજ  પાંગર્યો  જ  નથી, એવું પણ  નથી
અજવાળું  ઘરમાં  તો  છે, અંધારું  ઓછું  પણ  નથી
મન તલખે એને હું કરગર્યો જ નથી,એવું પણ નથી
કિસ્તમતના  ઝરૂખે  વાટ  જોઈ  છે  તમારી  ઝૂકીને
પાંખ  પ્રસારી  હું  વિસ્તર્યો  જ  નથી,એવું પણ નથી
મુકુલ દવે ‘ચાતક’
chatakmukull

Recent Posts

મારી એક શરતે વરસવું જો હોય  અનરાધારે વરસ,મુકુલ દવે ‘ચાતક’

મારી એક શરતે વરસવું જો હોય  અનરાધારે વરસ બે   ચાર   છાંટાથી   નહીં   છીપે   હવે  મારી … Read More

1 week ago

બંધ કર્યો છે ફૂલોએ સુંગધનો ધંધો મુકુલ દવે ‘ચાતક ‘

બંધ  ક ર્યો   છે   ફૂલોએ   સુંગધનો   ધંધો ભ્રમરો   દીવાનગીમાં   આમ   છે    નોખો માત્ર દર્પણ… Read More

4 weeks ago

એક તું ને ‘હું ‘ જ દૂરનો ભેદ પહોંચાડે છે,મુકુલ દવે ‘ચાતક ‘

એક  તું  ને  'હું ' જ  દૂર  નો ભેદ  પહોંચાડે છે આમ   બે   આંખોના   સેતુબંધ … Read More

1 month ago

દૂરથી એણેપ્રેમના કબૂતર ઉડાડ્યાં ને હું જોતો રહ્યો,મુકુલ દવે ‘ચાતક’

દૂરથી   એણે   પ્રેમના  કબૂતર   ઉડાડ્યાં  ને   હું  જોતો  રહ્યો આભમાં   પાંખો   ફૂટે   પ્હેલાં   પછાડ્યાં   ને … Read More

1 month ago

હાથની મુઠ્ઠી ખોલ રેખાની મરામત વેચું છું ,મુકુલ દવે ‘ચાતક’

હાથની   મુઠ્ઠી  ખોલ  રેખાની  મરામત  વેચું   છું ભાગ્ય   મારું   વાંચવું    છે   હું કરામત   વેચું … Read More

3 months ago

કોઈ આપો નામ મ્હોરાંથી હું  જકડાયો છું,મુકુલ દવે ‘ચાતક’

કોઈ   આપો   નામ   મ્હોરાંથી   હું   જકડાયો  છું આપણે  શું  કરી  શકીએ  કાફલાનો  હું કાયો  છું… Read More

4 months ago