એમને   ચાહયો   છે    મને   અવિરત  નફરતના સહારે ,
જેમ    ગુલશનમાં   રહે   છે    કંટક    ગુલાબોના  સહારે ,

એ    ગુલશનમાં  આવે  સમેટી   લે  વિખરાયેલી  ખુશ્બૂ ,
એમને  ચઢાવ્યા  છે   નજરોના   તીર  મૌસમના  સહારે ,

યાત્રા  એવી  કે એ બહાને  એમની આંખડી થાય સુરાહી ,
ચાહતનો નશો એમનો થાય ગંગાજળ  સુરાહીના સહારે

સૂકાયેલા  અશ્રુબિન્દુ  નયનમાં  છે  કરશે  આંખ   ભીની ,
જેમ વરસાદના બિન્દુઓં ભેગા કરે  છે વાદળના  સહારે ,

“ચાતક” ઉઘાડાં  દ્વાર રાખીશું એ આવશે એ  એંધાણથી ,
પૂજીશું  નહીં તો  એમને  ઈશ્વરની  જેમ  દર્શનના સહારે

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *