એ ભવોભવના સવાલો ના ખુલાસા માંગે ,ચાતક

એ     ભવોભવના     સવાલોના    ખુલાસા    માંગે ,
કોણ     જાણે     ક્યા     જન્મોના     પુરાવા    માંગે .

હોય   શ્વાસોમાં      ધડકનો   સદાય   એના     કાજે ,
એય    છતાં  હંમેશ   ધડકનો ની   સધ્ધરતા  માંગે .

લાગણી    એક     કોતરેલી    રાખી   એના     કાજે ,
એય    છતાં   તેઓં   લાગણીના   સરવૈયા    માંગે .

દર્દની    વાચા   નથી   મળતી   બેઠા   એના   દ્વારે ,
લાગણી    છેદાય     છે    ને    અભિનયમાં    માંગે .

પ્રભુ   ખરો  તું   મોજ   કરાવે   મધદરિયાના   દ્વારે,
“ચાતક” શ્વાસની મમત એક બુંદની જળમાં  માંગે .

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*