એ લાગણીના શબ્દ,કાગળ છાબમાં વહેંચતો જાય છે,મુકુલ દવે ‘ચાતક’

એ લાગણીના શબ્દ, કાગળ છાબમાં  વહેંચતો જાય  છે,
ને  ચીંખતાં  આ  મૌન  કાગળના, રસ્તે  વેરતો જાય  છે,

કે   જેવું  ઘૂંટી  નામ  રાધાનું  લખ્યું  કોરા  કાગળ  ઉપર ,
કાગળનું તરણું વાંસળી થઇ,શ્યામ તો મલકતો જાય છે,

તેં  મોકલેલા  કાગળનાં પુષ્પો, અમસ્તાં  મહેંકતાં  નથી,
છાંટી  અત્તરથી  મોકલેલ, ફૂલદાનીમાં  રોપતો જાય  છે,

ને હાથમાં આવેલ શતરંજ ચાલ પછી પણ ફર્યો એ છતાં,
નાદાન  અંજળને   લઈ  કાગળ  સુધી  ડૂબતો  જાય   છે,

એ  ભાગ્યરેખા  ચિતરે  શી  રીતથી  કોઈ  કાગળ   ઉપર ,
રેખા ચિતરી હોય હાથમાં તો પણ ,ખુદા ભૂંસતો જાય  છે,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*