ઓતપ્રોત થઈ ખુદ માનવ માયામાં લલચાઈ જાય એવું પણ બને ,ચાતક

ઓતપ્રોત થઈ  ખુદ માનવ માયામાં લલચાઈ જાય એવું પણ  બને ,
ભીડમાં  રખડતા  ચાલતું  નીજ  ભૂત  ભટકાઈ  જાય એવું પણ  બને ,

ભીડમાં   મુઠ્ઠીને  બંધ  રાખી  દોડતો   ખુદ  માણસ  આગળ   રૂપિયો ,
હાંફતા  માનવને   બાથ  લઈ  રૂપિયો  ખાઈ  જાય  એવું  પણ   બને ,

આભમાં સ્વર્ગ નરકના શાસનથી થાકેલા પ્રભુ ખુદઊતર્યા ધરતીપર ,
લીલાના    ખેલ     ખેલતાં    ખુદા    ઝડપાઈ  જાય  એવું  પણ   બને ,

ઝગમગતા સંબંધો   જન્મમરણના અધવચ્ચે ભરખી જાએ જગતમાં,
જીવનવાટમાં પણ  અચાનક  છબીમાં પડઘાઈ જાય એવું પણ  બને ,

આભના  તંત્રની  સામે  “ચાતક”  કેમ  મીટ  માંડી  સતત જોઈ  રહ્યા ?
કયામતમાં પણ ખુદાનું ઘર લાલચથી બદલાઈ જાય એવું પણ બને ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*