કેટલા    જન્મોથી    હ્રદયનો      અંધકાર   ઊઘડતો    નથી
શોધે   છે  એ   ને   ખુદ   છાયાની   બહાર  નીકળતો    નથી ,

કેવા     જન્મોનો   સંબંધ   ખુદ   આયખાનો  તડપાવી  રહ્યો ,
ધોઉં    હું    પંડ   આત્માનો   ખુદ  અવાજ    ધબકતો    નથી ,

માર્ગનું     તારું     પગેરું    શોધી    ખુદ    નીકળ્યાંતા    અમે ,
ઓંહ  રહગુજર    તેથી   અન્ય  રાહ  ઉપર  હું  રખડતો  નથી ,

તું       પથ્થરમાં     બેસી,   પલાંઠી વાળી,  મૂર્તિમંત     થયો  ,
ત્યારથી     અમારી       પાર્થનામાં        ઓગળતો        નથી ,

ધોધ   વરસાદના જળ  ઘા  ઉપર ખુદ  લગાવ્યા ‘ચાતક’  તેં ,
પોકળ  છળના  કાટમાળ  ભીતર  કૃષ્ણ  ખુદ ઊતરતો  નથી ,

મુકુલ દવે “ચાતક”
Top Health Gudeline

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *