કૈં મનમાં સળવળ જેવું છે ,જે હોય તે ,પણ ,મુકુલ દવે ‘ચાતક ‘

કૈં મનમાં સળવળ જેવું છે ,જે  હોય  તે , પણ   

અહીં મનમાં સાંકળ જેવું છે ,જે હોય તે ,પણ 

આકાશમાં  બે  ઊડતાં પંખી જોયા  હશે  તેં 

આ સમજમાં પળ  જેવું છે ,જે હોય તે , પણ  

આ મૌનની ઓથે શું સંતાઈ રહ્યું છે  જો  તો 

વિન શબ્દોમાં કળ જેવું છે ,જે હોય તે , પણ  

મેં    શક્યતામાં    પૂછૂયું ,   એ    ચૂપ    રહ્યો 

આંખોમાં અટકળ જેવું છે ,જે હોય તે , પણ  

ડોકાય   છે   કોઈ   વગર  પરિચય   મારામાં 

તુજ નામ દેવું છળ જેવું છે ,જે હોય તે , પણ  

મુકુલ દવે ‘ચાતક ‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*