કૈ યુગો થી સાચવેલું ઝેર ભીતરમાં હળાહળ છે ,મુકુલ દવે ‘ચાતક’

કૈ   યુગો થી   સાચવેલું   ઝેર  ભીતરમાં  હળાહળ  છે ,
આ દરિયો તેથી જ કૈ યુગો સતત ભીતર ખળભળ છે ,

કોઈ ની  ઓળખ થઇ પણ ના  શકી એ વ્યાપક તો છે
મૂળ  છે  ઊંડા  સ્વયઁ  શ્રીફળ  ના  જળમાં અટકળ  છે ,

કોણ   જાણે   ક્યા   વળાંકે    પંથ    ફંટાઈ   પડઘાયા ,
ને  સફરની  ભ્રમણામાં  આયખું  આખ્ખું  મૃગજળ છે ,

ને   સૂરજ   ડૂબ્યા   પછી   આગિયાને   પૂજતા   રહ્યાં ,
શ્રદ્ધા  ને  આંખમાં  આંજીતી   તેથી   એ  ઝળહળ   છે,

તીવ્રતા મારી તરસની જોઈ વરસ તું માવઠાની જેમ ,
એક  બિંદુ  એનું  ‘ચાતક’  ને  તરસ  ટાણે  અંજળ  છે ,

મુકુલ દવે ‘ચાતક’
,

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*