કોઈ આવે છે કોઈ જાય છે જિન્દગીની કિતાબોમાં,ચાતક

કોઈ   આવે  છે  કોઈ  જાય છે  જિન્દગીની  કિતાબોમાં ,
ચાહ -નફરત ના  રહે   સદા    જિન્દગીની  કિતાબોમાં .

જીવતરના    દરેક  પાના  જોજે   સ્મૃતિના  પ્રકરણમાં ,
ક્યાંક   પડછાયા   હશે  તારા  જિન્દગીની  કિતાબોમાં .

અહીં   મિલન   ને    વિરહના   અલૈાકિક    હિસાબ  છે ,
પૂનમ   પછી   અમાસ  આવે   જિન્દગીની કિતાબોમાં

પ્રતિબિંબ     આયનાના   દરેક   સાચા   નથી     હોતા ,
વ્યાખ્યા  ઓં  બદલાતી  રહે   જિન્દગીની  કિતાબોમાં

જીવતરમાં  કબ્ર  ને  સજદા કરી  ઢળી પડું  એ પહેલા ,
તમે કહો સજદા કરું ક્યાં ક્યાં  જિન્દગીની  કિતાબોમાં ,

“ચાતક”  તારે  જે  કહેવું હતું તે કહ્યું  વાર્તાના અંતમાં ,
મૌન   રાખ્યું  તે  સદાય  છબીમાં વિસ્તૃત  કિતાબોમાં .

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*