કોઈ  વેળા  આવશે  એ  અટકળો ની  તું  શરારત  રહેવા  દે,
રણ વચ્ચે ઊભો રહી  ખુદની તરસ સામે મરામત રહેવા  દે,

ઊડ્યું પંખી મુક્ત થઈ બાંધવા માળો સળી ઝાડ ઉપર  લઈ ,
હોય  ઈચ્છા  ત્યાં  હવા  ને  બાંધવાની તું બગાવત રહેવા દે ,

કૈં નજરથી દૂર છે ને તોય રણમાં પણ તરસ ત્યાં બધી બાજુ ,
ઝાંઝવે   દર્પણ  ધરીને  મૃગજળની  તું   કરામત  રહેવા   દે ,

સાંજ  ઢળતાં  રોજ  અંધારું  નિહાળી  પ્રગટાવ્યો  ભલે દીવો ,
ને  ચઢતાં  તડકામાં  સૂર્ય સામે દીવાની અદાવત રહેવા  દે ,

આભમાં   ઊઠી   જવાળાઓ ,  તથ્ય   એકે  રહ્યું  નહીં  જોઈ ,
રાખ  ધરતીના  શિરે  છે  ,જિંદગી  તું  આ શરાફત રહેવા  દે

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *