ખન ખન કરતા ક્ગનના અવાઝ શમીને સદા શાંત થઈ ગયા ,
સમયના ડૂબેલા પડઘાઓ . શમીને સદા શાંત થઈ ગયા ,
કોઈ ઉભું હોય કિનારે ભવભવની તરસ છીપાવવા ,
એવા અવિરત તરસ્યા જળ ક્યારના ,ખારા થઈ ગયા .
ચમકતા લલાટ બિંદુ સમા તારા સદાબહાર ઝગમગતા ,
એવા છળકપટ કિસ્મતના , ક્યારના તમાશા થઈ ગયા .
સુતો હતો એ નિરાંતથી , નથી ઉઠવાના કાયમના ,
એને છોડ્યો હાથ જિંદગીનો, ને ક્યારના આબાદ થઈ ગયા .
“ચાતક ” ક્યાં ઉગારશે હંમેશા દુઆ કે બદ દુઆ ,
ઝળહળ જિંદગીમાં ખુદા હતા ને ખુદામય થઈ ગયા