ખુદબખુદ એ વરસ્યાં છે પ્રીતમાં,મેં કૈ મનાવ્યા તો નથી ?,મુકુલ દવે ‘ચાતક’

ખુદબખુદ એ વરસ્યાં છે પ્રીતમાં, મેં કૈ  મનાવ્યા  તો  નથી ?
વાદળો  છાઈ ના શકે વૈશાખમાં, મેં  કૈ  પલાવ્યા તો  નથી  ?

અંધ સમજી હાથ મારો એમને પણ  પકડ્યો  હોવો  જોઈએ !
હાથ  પર ખારાશ કેમ  છે?  એમને આંસું વહાવ્યા  તો નથી ?

ખુશ્બૂ   ફૂલોની   જરામાં   તો  પ્હોંચી  બંધ  દરવાજા  ઉપર
જઈ જરા જોવું દ્વાર પર હું ,શું અચાનક એ પધાર્યા તો નથી ?

નાવ  જે  મઝધાર  પર  છોડી  મને ચાલી  ગઇતી ને  પછી
એ કિનારે તો તમે પાલવ આપી સાગરે ડુબાવ્યા  તો નથી ?

બેઉ  બાજુ  આપણે   તો   સામસામે   આમ  ઊભા  તો રહ્યાં
ખુદબખુદ માની ગયાં બેઉ આપણે કોઈએ પુકાર્યા તો નથી ?

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*