ખુદા કહ્યા એમને શિખરે જઈ બેઠા ભીંજાતા નથી ,મુકુલ દવે “ચાતક”

ખુદા    કહ્યા, એટલે    શિખરે    જઈ   બેઠા,  ભીંજાતા નથી ,
પગ    હવે    એમના    ધરતી     ઉપર    પરખાતા    નથી ,

હ્રદયમાં       સતત       ઝંઝોળી      ઝળહળતા     રાખીએ ,
દીવાનો  ઝળહળ  અજવાસ   છે   છતાં  ઓળખાતા  નથી ,

જીદે    ચડ્યો    હતો    છતાં    તમે     શિખરેથી      ઉતાર્યો ,
જોઈ  લ્યો , ઘંટારવ  કરવા  છતાં  સહેજે  મલકાતા   નથી ,

લાખ   ભેદ   હોય   છતાં   દુનિયાના    લોકોને   પૂછી    જો ,
ક્યા   વાંકે  પથ્થરમાં બેસાડીને  સ્વયં  અજવાળાતા  નથી ,

ઊંઘતા    હોય   તો    જગાડે ,  જાગતાને   કેમ   જગાડવા ?,
ઉધામા કરે પીડા ,હતાશા,ઐશ્વર્યનાં  હૈયાં વલોવાતાં  નથી ,

ભોમિયાના   ભરોસે    રહીશ   તો   રવાડે     ચઢાવી    દેશે ,
રાહનો  રાહબર  બન  “ચાતક” નહીંતો  ખુદ પડઘાતા નથી ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*