ખુદ-બ-ખુદ દીવાનગીમાં  એને  કજા  ઉપર ક્યામતને સજાવી હશે
ને ઈબાદતથી મજાર પર કૈંક જન્મોથી સજદા અહીંયા નિભાવી હશે

કૈંક  સગડ  મુમતાજની દીવાનગીમાં તાજમહેલના પંથ સુધી ગયા
શાહજહાંએ   તો   સ્પર્શને   કંડારી  ને   રુહમાં  બંદગી  જગાવી  હશે

કેદના   પાષાણમાં   દીવાનગીના તો  શ્વાસો   આયના   થઇ   ગયા
ને  થવા  પાગલ  પ્રણયમાં  એક કામણ પથ્થરે ગાથા  સુણાવી હશે

જન્મના   કેવા   ઋણાનુંબંધ   જેમાં   લિપિ   ઉકેલાતી  નથી  એટલે
પથ્થર  મહીં  પુનમિલનના પ્યાસની એ લાગણીઓને તપાવી  હશે

આમ  ઝંખ્યા  કર્યું પ્રણયમાં કૈંક જન્મો અહનિૅશ કેવળ મિલન સુધી
શાહજહાંએ  ઇન્તજારના એ નશામાં તો કબર અહીંયા ચણાવી  હશે

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *