ઘનઘોર વાદળ વરસતા સંમુગ્ધ થઇ મારા મહીં વિખરવું તારું,મુકુલ દવે ‘ચાતક’

ઘનઘોર વાદળ   વરસતાં  મુગ્ધ થઇ મારા મહીં  વિખરવું તારું,
કિરણો  પરોઢે  લઈ  આવી ઝાકળ પહેરી પછી  વિસ્તરવું  તારું ,

વ્યાપેલ  ઝંઝાવાતમાં  તું  મદભરી  રીતે  ખુલી  મર્મર  થઇ  ને  ,
કૂંપળ  ફૂટતા  ફૂલનું  સવારે  ખીલવું  ને  ઉલ્લાસે પાંગરવું તારું ,

તું  કેશ  સૂકવે  ડૂબતા  સૂર્યે, સજાવવા  ને સમીર સંગ સંધ્યા એ ,
સૂરજ  નું  ખરવું  ચાંદનીમાં, હોઠ પર તલના નશે છલકાવું તારું ,

તારા જ  પગરવ ની મહેક દરવાજે ભેખડ જેમ તૂટી ને પડી ત્યાં ,
ને કોઈ પરવશ કે ઈચ્છાવશ ઊછળી ને આંગણે ઓળખાવું તારું ,

ને  સાવ ખાલી હાથ લઇ  ભીનાં લસરતા શ્વાસ ને તૃષ્ણા ભરી  દે ,
ત્યાં શ્વાસ ની ઊંડાઈ એ ‘ચાતક’ મસીહા પામતાં  ઓગળવું  તારું

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*