ઘા    ભલે   કર્યા   નાસૂરને  પંપાળવાનો   અર્થ  શો ?
તાપ તો જીરવી ગયા લાગણી તપાવ્યાનો અર્થ શો ?

તમને   ઓળખવાની  કોશિશ  સદા  નકામી  જતી
પહેરાવી   તમને    નકાબ   સજાવ્યાનો   અર્થ  શો ?

પથ્થરના  અણસાર  સમજી  ઈશ્વર  પૂજ્યા    નહીં ,
હોવાપણાના    ઈશારા     જણાવ્યાનો     અર્થ  શો ?

દોસ્ત    દુશ્મનની    આ    ભીડ   ભરી   દુનિયામાં ,
ઝાંઝવાંમાં      સંબંધોને    વહાવ્યાનો     અર્થ  શો  ?

બાજીમાં  “ચાતક”   એક્કો  પણ  નીકળે  કે   જોકર
રમતમાં  હારજીત ને  રવાડે ચઢાવ્યાનો અર્થ  શો ?

મુકુલ દવે “ચાતક “
Top 10 Tablets computers Components

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *