ચપટી    કંકુ   ચોખા    ઉછાળી   વહેવાર   લઇ   આવ્યો ,
કોતરી    ‘લાભ     શુભ’   બારણે   સત્કાર   લઇ   આવ્યો ,

આવ્યા      ઉન્માદમાં     એ     આસોપાલવના    તોરણે ,
આલેખી   શ્રી   સવા   લક્ષ્મીનો   રણકાર   લઇ  આવ્યો,

આંગણને   ઊંબરે  ક્ષણે  ક્ષણ  ધૂપસળી  જેમ  પીગળ્યા,
વિસ્તરતી  દસ  દિશામાં  સુવાસનો  સંસાર લઇ આવ્યો ,

‘ફૂલો’  નો  અર્થ  ફક્ત તમે  પળે પળ ‘સુવાસ’ કર્યો  હશે
ભેદને   પામવા ફૂલમાળા પહેરાવી  સંસાર લઇ આવ્યો ,

મીણબત્તીના પ્રકાશે  “ચાતક”  મીણનાં  પૂતળાંને  જોઈ
સાચવેલી  તરસને   ઠારવાનો   ઉપચાર  લઇ   આવ્યો

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *