ચાલને, સાથે ફળીયે બેસીએ રમતા રામ રમીએ
બીડી પીએ, હુકો પીએ , ઝેરને થૂકી કાઢીએ …..
કાવાદાવાની બાજી ખુબ રમ્યા રમતા રામ રમીએ
ચાલ બાળક સદા બનીએ, જુવાની થૂકી કાઢીએ ..
ચાલને, સાથે ફળીયે બેસીએ રમતા રામ રમીએ
બીડી પીએ, હુકો પીએ , ઝેરને થૂકી કાઢીએ …..
. .
એક માના લોહીથી ખરડાયેલા રમતા રામ રમીએ
માની લાજ રાખવા ,ભળેલા લોહીને થૂકી કાઢીએ .
ચાલને, સાથે ફળીયે બેસીએ રમતા રામ રમીએ
બીડી પીએ, હુકો પીએ , ઝેરને થૂકી કાઢીએ …..
આમ પંચ તત્વના માલિક નથી રમતા રામ રમીએ
ચાલ સદા એમાં ભળેલા અહંમને .. થૂકી કાઢીએ
ચાલને, સાથે ફળીયે બેસીએ રમતા રામ રમીએ
બીડી પીએ, હુકો પીએ , ઝેરને થૂકી કાઢીએ …..
“ચાતક” તરસ હોય પાણીની, અશ્રુ ક્યાંથી આવે
ચાલ બે કાંઠા ભેગા કરવા, પાણીને .થૂકી કાઢીએ ..
ચાલને, સાથે ફળીયે બેસીએ રમતા રામ રમીએ
બીડી પીએ, હુકો પીએ , ઝેરને થૂકી કાઢીએ …..
ચાતક ….
. .