ચાહત   ઘુંટીને     નફરતના    જામથી      પીવાય    છે ,
ભીતર તપી  સળગેલ  જ્વાળા    આંખમાં  દેખાય     છે ,

ટકરાવ જામ  થી  જામ,નયનો  થી નયન હોઠ થી  હોઠ,
જે   તરસ   છલકે   છે   યુગોથી    આંખમાં   રેડાય    છે .

ચાહત નફરતના  સાથ   સદાય   દુનિયાનો    શિરસ્તો  
ચાહતના રસ્તા પર સતત  કેટલા પગલાં કચડાય   છે .

ચાહતમાં  શીરીન-ફરહા ને હિટલર યુગો થી થઈ ગયા ,
સદીઓ સદીઓથી સતત ચાહત  નફરત    ટકરાય  છે .

ચાહત   નફરતના   ધૂમાડાના   શ્વાસ   ખૂટી  તો  ગયા ,
“ચાતક”  ખુદાના   પ્યારા   તેના   નામ   કોતરાય   છે .

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *