છુટ્ટા છવાયા પથ્થર સદા વિમાસણ માં હોય છે ,ચાતક

છુટ્ટા છવાયા   પથ્થર   સદા   વિમાસણમાં   હોય   છે ,
યુગોના ચણેલા અવતરણો મૌન ની સજામાં હોય  છે

એમના  સદા  દ્વાર  પ્રતિક્ષાથી  ક્યાં  સુધી ખુલ્લા  રહે ,
પ્હોંચીએ  સદા  દ્વારે  ખુદા  ની  ઈબાદતમાં  હોય   છે.

ઝળહળ તપતો સૂરજ ઢળે પ્હેલાં તું  અજવાળી  લેજે ,
સંધ્યા   કાળે  તારા  પડછાયા  આથમવામાં  હોય  છે.

એ     પણ   ક્યાં  સુધી  કબર  ઉપર  દીવો  કર્યા   કરે ,
દીવાનગીમાં મઝાર ના ફરિસ્તા  આશીકીમાં હોય  છે.

સાથે      લઈને   ના    ફરીશ    આયના    ને    હંમેશા ,
“ચાતક” સદા તેમાં પડતા પ્રતિબિબ પડદામાં હોય છે

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*