છે   મ્હેંક   હ્ર્દયની  ગુલાબોમાં   લઈ   આવો  તમે ,
છૂપાઈ    છે    કૂંપળ    પ્રણયની   એ   વાવો   તમે ,

લૈ નીકળો છો ફૂલછાબ,બસ વાત રૂપની થઈ  હશે ,
ઈચ્છા  ઊગે  અદ્રશ્ય જ  એના ભેદ સમજાવો  તમે ,

દીવો  લઈ  ક્યાં  જાવ  છો  ભીતર  અતૂટ  મ્હેંક  છે ,
બક્ષિસ   રૂપે   ખુશ્બુની   મિરાત   મોકલાવો    તમે ,

ઉઘડી  રહ્યું  છે  સ્મરણે,  આંખે   એવી  ભીનાશ   છે ,
ગૂંથ્યા   કરું   છું    ભ્રમણાની  જાળ   છોડાવો   તમે ,

ને    ઊગતા    સૂર્યે  જ    સૌ    પંખી   ચહેકી  ઉઠ્યાં ,
જીવંત  બન્યાં  પુષ્પો મિલનનો  હાથ ફેલાવો  તમે ,

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *