જખ્મોના   વહેતા   રક્તને   વહેવા દે  સમજણને  પૂછવાના  ,
રોકીશ  ઊંડા થશે  ઘા બાઝેલ પોપડાના કારણને પૂછવાના

ઘડિયાળના  કાંટાના   ક્ષણના   ધ્વનિની  તું  પરવા ના  કર
ક્યાં    સુધી   ગળે    પરોવી   રાખીશ  ઘડપણને   પૂછવાના

માટીના   અહમ   પિંડના    વિવિધ    આકારને   ઢંઢોળી જો ,
કોઈ     અંદર     ઓઢીને    બેઠેલા    આવરણને    પૂછવાના

નિયતિ    સામે    લડવાથી    હાથમાં   પ ડેલાં    છાલાંઓને ,
ચિરાયેલી    હસ્તરેખાના    સજતા    આભરણને    પૂછવાના ,

“ચાતક” ડહોળાયેલા ખાબોચિયાંના પાણી ઝાંઝવાં તરસના
વરસાદમાં  તાપણું  કરી   જીવતરના  જાગરણને  પૂછવાના

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *