જાગ્યો છું હું ત્યારથી જ ખુદાનો જ દિવાનો થતો ગયો,મુકુલ દવે ‘ચાતક’

જાગ્યો  છું  હું  ત્યારથી જ ખુદાનો જ દિવાનો થતો ગયો
જાણ્યે  અજાણે  હું  જ  વ્યક્તિત્વ જ  વિનાનો થતો ગયો

હું  પણ  મનોમન ઓગળી  રહ્યો  છું  ધીમેથી બરફ જેવો
જળથી ગંગાજળ થઇ પ્યાસ છિપાવી લોકોનો થતો ગયો

આપી  છે  તારી  આંખો  એ  મુજને  કરુણાની વિશાળતા
ને   હૂબહૂ   તારી  દ્રષ્ટિથી  સાવ  દરિયાનો   થતો  ગયો

ભીતર  મળી ને  પ્રાર્થનામાં  આમ  થાઉં  છું  ભર્યો  ભર્યો
નીકળું  છું  બસ  હું  પીરની  જેમ , કાફલાનો  થતો ગયો

એ  ભાલ  ઉપર પણ  સદાય તારું તિલક થઇને રહીશું કૈ
આપી  છે  તારા  એ  પ્રીતે  શ્રદ્ધા , બસ  નાનો થતો ગયો

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*