જિંદગી    દઈને   જ    એને   બહુરૂપી   તેં   કરી  હતી
એક  મુફલિસની  ઈબાદત  પર  તેથી પડાપડી  હતી

તેં   સર્જ્યા   છે  બે   ઘડીના  ખેલ  આ  જિંદગીમાં  કૈં
આજ   ઘટનાથી   આત્મામાં  કદરૂપી  તો ઢળી  હતી

એને  મનાવવા  નાટકના  તો  કૈંક પડદા પડી  ગયા
હે   ઈશ્વર   આ  આત્માની  જ્યોતમાં  ક્યાં  કમી હતી

ને  કયામતની  રસમથી  પ્યાસ મઝધારે છોડી હતી
એ    તરસ   ત્યાંથી   વહીને   ઘૂંટણે   લડખડી  હતી

જે ઇશારત પર જ ‘ચાતક’ સૌ હરફ તારા નામે આવે
તડાફડી   ત્યાં   તો   હતી  પાછી  ગલી  સાંકડી હતી

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *