જેટલી તરસની એ તલપ ને તું ગણી મણકામાં  જો  ગણશે ,
જડબેસલાક   તારાજ   ભીતરના  ફળિયામાં  ઝરણ   ફૂટશે ,

ઠેબાં   ખઈને   તું  સૂતો   છું, લાશ થઇ  ગઈ છે મટી માણસ ,
ઢમઢોલ   ઈચ્છા   સંઘરેલી   છે   જે  ધીમાં  શ્વાસમાં   ટૂટશે,

બાંધી શક્યો ના તું સમય,બદલાય છે તારીખ  પર  તારીખ,
ભીંતો  ચણી ને  ચામડી  પણ  કોતરી   ને  માયા  તું  જણશે ,

શીખ્યા પછી પણ દુનિયાની એ અગ્નિઝાળમાં બળી તપશે,
ને   અંતમાં   ભીતર   બળી   ને   તું   મંદિર   ભણી   વળશે ,

તું   ના  જન્મયો  એ  નિયતિમાં  જે  અપેક્ષાઓ  હતી  તારી ,
અણબૂઝમાં   તેથી   ઘડેલાં   સ્વપ્નો   ભડકે  સતત  બળશે ,

તારી   બુલંદીઓ   સુધી   તો   જઈશ, પાછો  સાવ  સૂકોભઠ ,
ને  અંતમાં  ‘ચાતક’  જમીનદોસ્ત  થઇ  તું પંચતત્વે ભળશે

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *