ઝળ હળ   સૂર્યના  સ્પર્શને સતત   તરી     જઈશ ,
ખળ હળ  ઝાકળને જળ અંતે કરતો   થઈ  જઈશ,

હોવાપણા   ના  ધુમાડાનો  ફકત  હોય       સબંધ ,
જન્મ ની      માટીમાંથી  તું  ઉઠી  જરૂર       જઈશ,

સાગરના    કિનારાને     ભીડીંશ     નહીં      બાથ  
સાગરના સતત મોઝાથી દાઝી    સતત    જઈશ ,

ચોરાહે   એક   સાદ  પાડી      નગરમાં   ઉભો  રહે ,
હાંફતા   કાફલામાં         દોડતો      થઇ       જઈશ .

‘ચાતક”  બે  ગજધરા માટે  રહેજે  દોડતો   સતત
મૃગજળ ના   રણમાં  ઘર  બનાવતો  થઇ  જઈશ .

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *