ડંખ જીરવી ચૂંટ કાંટાના ગુલાબ,ખૂશ્બુ તું  લે ,વિખરાઈ જાય તો
આવ, તારી  મોકલું  સુગંધ, ભલે ગુલાબ  જો  કરમાઈ  જાય તો ,

આમ   છો   ને  ઝંખનાઓ ને  કળીઓમાં, જગાડી   હોય   જેમણે  ,
અંતમાં તો ફૂલ ખરશે,નિયતિની એ વાત જો સમજાઈ  જાય તો ,

મનસૂબા  તો  ફૂલને  કાયમ  કચડવાના  થતાં રહ્યાં  જ છે  અને ,
તું  અત્તર  થઈને  સર્વે  ફેલાવ ખૂશ્બુ, એ ધર્મ પથરાઈ  જાય તો ,

છો   તમે   ફૂલના   સ્વરૂપમાં,  ફોરમ   સમું   પૂજાઈ    જાવ   છો ,
ફૂલ  કાયમ  પર્યાય  કાંટાનો ય  છે, હૃદય નું શું,વીંધાઈ જાય તો,

તું    કહે   કાંટા  ચૂંટી  ગુલાબ  ઝાકળે  ધોઈને   સુગંધ   પી   લઉં
હું   થઈ   ગુલાબની   ખૂશ્બુ  વહુ ,  તું   મુજમાં  ફેલાઈ  જાય  તો ,

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *