ડૂબી   રહ્યો   છે   આફતાબ , તને  કેમ  સમજાવું 

એનો   નથી  કોઈ   જવાબ ,  તને  કેમ  સમજાવું
ફરી  ગઈ  છે  દુનિયા કે  એમની  નજર  બોલ  તું 
જોવા   દે   ને  તારોં   રુઆબ , તને કેમ સમજાવું
કોરી  કિતાબ  સમજી ચ્હેરાને ઉઘાડી હું બેઠો છું 
નાહક  છે  ચ્હેરા  પર  નકાબ , તને કેમ સમજાવું
મારા  ઉતરો  પ્રશ્નો   થઈ  ગયા  હોય  હું  શું  કરું 
ના  દે  જવાબોના  હિસાબ , તને  કેમ   સમજાવું
રહસ્યોને  જાણવા  તમાચાની  છે  જરૂર   દોસ્ત 
દૂર કર આ શાસ્ત્રોની કિતાબ ,તને  કેમ સમજાવું
છેલ્લો   દઈ   દે   ઘૂંટ ,  સિજદાના   નશામાં   છું 
ના   દે   જિંદગીના  ખ્વાબ , તને  કેમ   સમજાવું
મુકુલ દવે ‘ચાતક ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *