ડૂસકાઓ    એ   સદીઓથી    હંમેશ    આપ્યા   પડકાર   કોઈ ,
ઓવારણા લીધા સમજી અમે ભવો ભવનો  છે શણગાર  કોઈ

ટૂટી ને  ભલે  પડે ભોંય પર વેરણ  છેરણ  થઈ  કાચની   જેમ ,
સંભળાય  છે  ભીતર  હંમેશ ગેબી અવાજ નો અણસાર   કોઈ .

ભૂંસાઈ ને રહી  જવું  સ્મરણમાં  હંમેશ કોઈ ભૂલેલી પળ  જેમ ,
ભાગ્યમાં   કોઈવાર   અચાનક   પ્રગટે   ક્ષણ  ચમત્કાર  કોઈ .

કાફલા   ચાલ્યા  ગયા   રસ્તા   હંમેશ   ધુંધળા  દેખાય   જેમ ,
દૂર   દૂર  થી   આવે   છે   આકાર   લઇ  હંમેશ  ઉપહાર  કોઈ .

ભીનાશ છે હૃદયમાં ને માંહ્યલામા છલકાય છે કરુણા ની જેમ ,
“ચાતક” માળામાંથી  ઉડશે  ને  સૅજશે ત્યાગી અવતાર  કોઈ

ચાતક

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *