ઢળતી મસ્ત પાંપણ મહીં તેં શું લખ્યું મારું નમન થવું ,
ને  સાવ  મોઘમમાં  કહ્યું  ને પ્રેમમાં  મારું  કવન  થવું ,

ભૂલી   જવાના  પ્રયત્નમાં જીવતરના  ભેદ તો  મળ્યા ,
તારું  હૃદય વાંચી  નયનમાં આમ મેળાનું  સર્જન થવું ,

કે તારું ઝાકળથી ગુલાબો પર નામ લખવાથી મહેકવું ,
ને    પાનખરમાં   કૂંપળો  ફૂટતાં     તારું  જતન   થવું ,

ચકચૂર આંખોનો નશો સરિયામ તો છલકાય છે તું જો ,
જાગી તલપ એવી નશાની કે સુરાલયમાં  વહન  થવું ,

બળતા વિરહની જ્યોતને એ આશમાં  ‘ચાતક’  ઠારજે ,
તારો જ પાલવ ઓઢીને મારા વિરહ પંથનું કફન  થવું ,

મુકુલ દવે “ચાતક”
Top 50 Beauty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *