તમાચા      મારી     ગાલને    લાલ    રાખ્યા    કરે    છે ,
ઝાંઝવા      હરણને   તડકામાં      રમાડયા      કરે     છે ,

મયકદામાં       કે    મસ્જિદમાં     જવું      જરૂરી      હશે ?    
સાવ     ઘેલી   ઝૂરતી   લાગણીને   ભીંજાવ્યા   કરે    છે ,

ગજરાએ     જરૂર     મુજરાની    આંગળી    પકડી    હશે
લાગણીઓના     સરનામાં   આપી   સૂંઘાડયા    કરે   છે ,

સમંદર  તરવાની  લાયમાં ખાબોચિયામાં નાવ  ડૂબાડી ,
હાથના   હલ્લેસાં  બનાવી   કાદવને  ઉછાળ્યા   કરે   છે ,

ટોચ    પર   પંખીઓ   એટલે  જ   જઇને    બેસતાં   હશે
લાગણીની  ડાળખી  હલાવીને   પંખી  ઊડાડ્યા  કરે  છે

અંધારું    થયું   ત્યાં    સુધી   એને   ક્યાં   સાથ    આપ્યો ?
ખુદનો   પડછાયો  છે  જાણવા,  સૂરજ   ઉગાડ્યા  કરે  છે

સંજોગ    “ચાતક”    જન્મજાતથી   મરજાદી     નીકળ્યા ,
ચાંદ     હથેળીમાં     લીધો     છતાં    દઝાડ્યા    કરે    છે ,

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *